ભોપાલ: મધ્ય પ્રદેશના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. હોર્સ ટ્રેડિંગના આરોપોના કારણે ખળભળાટ મચ્યો છે. પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે ભાજપ પર વિધાયકોના ખરીદ વેચાણનો આરોપ લગાવ્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું કે ભાજપ કોંગ્રેસ, બસપા અને સપાના ધારાસભ્યોને દિલ્હી લઈ જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ બસપા ધારાસભ્ય રમાબાઈને દિલ્હી લઈ ગયો. કેટલાક લોકો ભાજપના પ્રલોભનમાં આવી ગયાં હતાં. અમને ગેટ પર જ રોકવામાં આવ્યાં હતાં. અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશના 10 ધારાસભ્યો ગુરુગ્રામમાં રોકાયેલા છે. કોંગ્રેસનો આરોપ છે કે આ ધારાસભ્યોને ભાજપે બંધક બનાવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગ્વિજય સિંહે કહ્યું કે લગભગ 10 ધારાસભ્યો હતાં. હવે ભાજપ પાસે 4 ધારાસભ્યો છે. બસપા ધારાસભ્ય રમાબાઈ સાથે ગુંડાગીરી થઈ. રમાબાઈ બહાદુર મહિલા છે. તેમણે કહ્યું કે જ્યારે અમને ખબર પડી તો જીતુ પટવારી અને જયવર્ધન સિંહ ત્યાં ગયાં. જે લોકો સાથે અમારો સંપર્ક થઈ શક્યો તેઓ અમારી સાથે પાછા આવવા માટે તૈયાર હતાં. અમે બિસાહુલાલ સિંહ અને રમાબાઈના સંપર્કમાં હતાં. ભાજપે રોકવાના પ્રયત્નો કર્યાં તો પણ રમાબાઈ પાછા ફર્યાં. ભાજપ પાસે કાળું નાણું છે. 


કોરોના વાઈરસ: મોદી સરકારની મોટી કાર્યવાહી, પેરાસિટામોલ સહિત અનેક દવાઓની નિકાસ પર પ્રતિબંધ


આ બાજુ આ મામલે કોંગ્રેસના નેતા તરુણ ભનોતનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યં કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને બેંગ્લુરુ લઈ જવાયા છે. તેમને અરવિંદ ભદૌરિયા લઈને ગયા છે. બસપા ધારાસભ્ય સંજીવ કુશવાહાએ પણ આ મામલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમે ચંબલના લોકો છીએ. અમને કોણ બંધક બનાવી શકે. મારી સાથે સપા ધારાસભ્ય પણ છે. અમે દિલ્હીમાં છીએ. અમારી સાથે કોઈએ સંપર્ક કર્યો નથી. હું સરકાર સાથે છું. 


સપા ધારાસભ્ય રાજેશ શુક્લાએ કહ્યું કે કોંગ્રેસે અમારી ચિંતા તો  કરી. અમે કોંગ્રેસની સાથે છીએ. કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ થઈ રહી છે. હું દિલ્હીમાં છું. જોગાનુજોગ અમે ભાજપ અને કોંગ્રેસ સાથે દિલ્હી પહોંચી ગયાં. 


કોરોનાઃ નોઇડામાં 2 શાળા બંધ, 1000 કંપનીઓનો નોટિસ, દિલ્હીમાં એક કેસ, નિવારણ માટે પીએમ મોદીએ સંભાળી કમાન


શું છે મામલો?
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના 8 ધારાસભ્યો રાતોરાત દિલ્હી દોડતા રાજકીય ભૂકંપ આવી ગયો. મંગળવાર રાત કમલનાથ સરકારની ખુરશી હલાવી નાખનારા આ રાજકીય ભૂકંપનું કેન્દ્ર દિલ્હી અને ગુરુગ્રામ રહ્યાં. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આખી રાત ધારાસભ્યોની ખેંચતાણનું નાટક ચાલ્યું હતું. ભોપાલના સ્થાનિક અખબારોના રિપોર્ટ મુજબ મધ્ય પ્રદેશ ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યો બિસાહુલાલ સિંહ, હરદીપ સિંહ, અપક્ષ અને બીએસપીના ધારાસભ્યો સાથે દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતા જોવા મળ્યા હતાં. મોડી સાંજે રાજ્યના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ દિલ્હી પહોંચ્યાં. જેને લઈને ભોપાલમાં કમલનાથ સરકાર બેચેન થઈ ગઈ અને આ રાજકીય નાટક વધી ગયું.


કોંગ્રેસ અને અન્ય વિધાયકોને દિલ્હીથી માનેસરની ફાઈવ સ્ટાર હોટલમાં શિફ્ટ કરાયાં. પોતાની સત્તા ડગમગાતી જોઈને કમલનાથે હડબડીમાં વિધાયકોને છોડાવવા માટેના મિશન પર ચાર મંત્રીઓને દિલ્હી રવાના કર્યાં હતા. કોંગ્રેસના મંત્રી હોટલ પહોંચ્યા અને ત્યારબાદ વિધાયકોને છોડાવવાની કોશિશમાં જોરદાર ડ્રામા જોવા મળ્યો. કહેવાય છે કે ભજાપ નેતાઓએ તો હોટલમાં પોલીસ પણ બોલાવી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...